સત્ય, પ્રેમ અને કરુણા જેમનો જીવનમંત્ર છે, જેમનું જીવન જ સ્વયં સાધના છે, જેમનો વિશાળ પરિવાર સમગ્ર સૃૄષ્ટિ છે, જેમની પાસે સૌનો સ્વિકાર અને સમાદર છે, જેમણે તુલસીની ચોપાઇથી વિશ્વને સિયારામ મય઼ કર્યું છે…….આજે મોરારિબાપૂ વર્ષ – 2019 માં ” રામકથા દ્વારા પેરિસ, ફ્રાન્સ – યુરોપને પ્રેમ, સંવેદના અને પ્રસન્નતાથી ભરશે જે સાૈ માટે અવિસ્મરણીય આનંદનો અવસર બની રહશે.
પૂજ્ય઼ બાપૂ ,
પેરીસમાં ગુજરાતી કે સમસ્ત હિન્દુ ઓનો મુળ પ્રશ્ન કે સંપતિ કમાવામા સંસ્કૃતિ અને સંતતી ગુમાવી રહ્યા છે, ગઈકાલ, આજ અને આવતીકાલનાં જે સંજોગ ઉભા થઈ રહ્યા છ, તેમાં સંસ્કૃતિ ક્યાં જ્શે?
અમારા છોકરાવોને અને અમને સનાતન ધર્મની સાચી સમજણ મળે અને અમે સનાતન ધર્મના સાચા ઉપાસક બની શકીએ, તેમજ પરદેશની ધરતી પર આપણે હિન્દુત્વની સાચી ઓળખાણ આપી શકીએ, અમારી જનરેશન ગેપ દુર થાય અને સંયુક્ત કુટુંબ સાથે મધુરતાથી જીવન જીવી શકીએ, આ જરૂરીઆતની વાતો રામકથા માધ્યમથી તલગાજરડા વ્યાસપીઠ પરથી આપની સરળ શૈલીમાં પેરીસના એફિલ ટાવરની જેવી ઊંચાઈથી બધા જીજ્ઞાશુંઓ સુધી પહોંચે એવી અમારી કરબધ્ધ વિનંતી.